હૈયા વચ્ચેનું અંતર
હૈયા વચ્ચેનું અંતર
બે હૈયા વચ્ચેનું અંતર,
કેટલું હશે તે જાણતો નથી,
એકલો અટુલો બેઠો છું,
તેને હું ભૂલી શકતો નથી,
વાત ઝગડાની હતી મામુલી,
સમાધાન કરવાની સૂઝ નથી,
મુજથી રિસાઈને ચાલી ગઈ તે,
પરત આવવાની ખબર નથી,
એકાંતપણાનો ત્રાસ મૂકી ગઈ,
પ્રેમનું બંધારણ સમજી નથી,
નથી સહેવાતો વિરહ તેનો,
નયનમાં અશ્રુ સુકાતાં નથી,
જીવન થયું છે વેરાન મારૂ,
તેનો વિચાર કેમ કરતી નથી,
હૃદય પ્રેમથી પોકારે છે મારૂ,
સ્નેહને કેમ સમજતી નથી,
અચાનક તેનો ટહુકો સાંભળ્યો,
સામે જોયું તો તે ઊભી હતી,
"મુરલી" એક બીજાને નિહાળી,
એવાં મલક્યાં કે તેની સીમા નથી.

