વ્રજની યાદ
વ્રજની યાદ
વ્રજની યાદ આવે છે મુજને,
દ્વારીકામાં મન લાગતું નથી,
નંદ ભવનમાં મળેલ આનંદ
મહેલમાં અહિયાં મળતો નથી,
ગોકુળની માખન ચોરી લીલા,
આજ પણ ભૂલી શકતો નથી,
માખન રાટીનો સ્વાદ હવે મને,
છપ્પન ભોગમાં મળતો નથી,
વૃજમાં ગાયો ચરાવી તેની,
મધુર પળો વિસરાતી નથી,
રથમાં બેસી દ્વારીકા મ્હાલવી,
તે જરા પણ ગમતું નથી,
યમુના તીરે મુરલી વગાડીને,
ગોપીઓને બોલાવી ભૂલાતું નથી,
દ્વારીકા નાથ તરીકે મુજ ને,
શંખનાદ કરવો પસંદ નથી,
ગ્વાલ- બાલ-ગોપી સંગ વૃજમાં,
કરેલ વિહાર હું ભૂલતો નથી,
સોળ હજાર આઠ રાણીઓ છે,
પણ રાધા હૃદયથી દૂર થતી નથી,
"મુરલી" મધુર ધૂન વગાડી,
રાસ રમ્યા તે ભૂલાતું નથી,
દ્વારીકાની રાજનીતિમાં હવે
જરાય પણ મન લાગતું નથી.
