STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

શું કરવું એજ સમજાતું નથી

શું કરવું એજ સમજાતું નથી

1 min
153

વિકલ્પ જોઈ ઘણા,

હું ચિંતિત થાઉં છું,

સંકલ્પ કરવામાં હું મૂંઝાઈ જાઉં છું,


જાઉં આ પાર કે જાઉં પેલે પાર એ સમજાતું નથી,

નવું ગ્રહણ કરી શકતી નથી,

જૂનું છોડી શકતી નથી,


આત્મવિશ્વાસનો એકડો વારંવાર ઘૂંટી શકતી નથી,

શું કરવું એજ સમજાતું નથી,


સંબંધોના છોડ વાવ્યા ઘણા,

હેતનું જળ સિચ્યુ,

સ્નેહનું ખાતર નાખ્યું,

તોય સૂકાઈને ભઠ્ઠ થઈ ગયા,


હૈયાના બાગે નવો છોડ રોપી શકતી નથી,

શું કરવું એજ સમજાતું નથી,


આપ્યા સ્વજનોએ જ પીડા અને ડંખ,

સહ્યા સ્વજનોના આઘાત અને પ્રપંચ ઘણા,

હૈયાની ધરા પર હવે વિશ્વાસનાં બીજ વાવી શકતી નથી,

શું કરવું એજ સમજાતું નથી,


સંબંધના ફૂલો પણ કંટક બનીને ચુભ્યા,

ફૂલો પાસેથી પણ સુગંધની અપેક્ષા રાખી શકતી નથી,

બાગ પાસેથી પણ ગુલાબની આશા રાખી શકતી નથી,

શું કરવું એજ સમજાતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy