Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya

Tragedy

3  

Dhanjibhai gadhiya

Tragedy

જીવનની વ્યગ્રતા

જીવનની વ્યગ્રતા

1 min
222


અંધકાર મારા જીવનમાં વ્યાપ્યો છે,

ઉજાસ ક્યારે આવશે ?

મારા હતા તે દૂર થચા છે

પરત ક્યારે આવશે ?


ઉદ્યાન મારૂ સૂકાઈ ગયું છે,

હરીયાળી ક્યારે આવશે ?

સ્નેહની સરિતા ખાલી પડી છે,

પૂર ક્યારે આવશે ?


દુઃખનો પહાડ તૂટી પડ્યો છે,

સુખની ક્ષણ ક્યારે આવશે ?

નયનમાંથી અશ્રુ વહે છે,

લુંછનાર ક્યારે આવશે ?


હૃદય ભીતર વ્યથા ઘણી છે,

બહાર ક્યારે આવશે ?

ભૂલો જીવનમાં ઘણી કરી છે,

આત્મ સૂઝ ક્યારે આવશે ?


પ્રેમનો તંતુ તૂટી ગયો છે,

જોડનાર ક્યારે આવશે ?

સમય મારો બદલી ગયો છે,

પાછો ક્યારે આવશે ?

"મુરલી" જીવનમાં એકલો થયો છે,

સથવારો ક્યારે આવશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy