જોયાં મેં
જોયાં મેં


એક બાજુ સાચાને આજીજી કરતાં જોયાં મેં,
બીજી બાજુ જૂઠાઓને કામયાબ થતાં જોયાં મેં.
એક બાજુ આબરૂ મારી દિનરાત લૂંટાતી રહી,
બીજી બાજુ આદમીઓને બે-નકાબ જોયાં મેં.
એક બાજુ ગરીબોની દલીલો ચિલ્લાતી રહી,
બીજી બાજુ અમીરીના ઉડાઉ જવાબ જોયાં મેં.
એક બાજુ કોલસાની ખાણોમાં હીરા જડ્યા,
બીજી બાજુ કોલસા જેવાં ખરાબ દિલનાં જોયાં મેં.
એક બાજુ જુલ્મીયતએની હદ વતાવી રહી,
બીજી બાજુ "નાના" જગનાં લોકોને નજીકથી જોયાં મેં.