શમણાંને દેશ
શમણાંને દેશ
ગઝલના ગજરાથી સજાવું તારા કેશ,
પ્રિયે,ધરી લે પ્રીતિનો વેશ,
આવ મારાં શમણાંને દેશ,
કવિતાનું કાજળ કરી દઉં તને,
લાલ રંગનો પહેરવેશ પેરાવી દઉં તને,
તને આપું અનુરાગનો આદેશ
આવ મારાં શમણાંને દેશ,
જો આવે તું તો છોડી દઉં જગની સંગત,
માત્ર રહું હું તારી જ અંગત,
ગમે તારા વિના ના કોઈ લવલેશ
આવ મારાં શમણાંને દેશ,
જ્યારે જ્યારે ખોલું ' નેત્રમ ' પામું તને,
ક્યાં મૂકીને ગઈ પ્રિય તું આજ મને ?
તું આવે તો ટળે દુ:ખને કલેશ
આવ મારાં શમણાં ને દેશ,
ચાલ માની લીધું હતા આપણાં કોઈ ઋણાનુબંધ,
પણ એ બંધ માટે કેમ ભૂલી જાઉં હું પ્રેમસંબંધ ?
તારે ખભે મારી ચાહતનો ખેસ
આવ મારાં શમણાં ને દેશ.
