ઘર
ઘર
હર્યુંભર્યું હતું સુંદર ઘર,
ઘર નહીં જાણે હતું મંદિર,
લાગણીસભર હતાં સંબંધ,
સંતોષ પણ હતો અકબંધ,
બદલાવની એ હવા ચાલતા,
વિચારોમાં બદલાવ આવતા,
સંકીર્ણ મનોભાવ ઉદભવતા,
વિભાજનનો મારગ શોધતા,
ઘર હવે એ અવાવરું બન્યું,
બારણે મોટું તાળું લટકાવ્યું,
યાદો તણું જે સભારણું હતું,
તેને ખુબ સંભાળીને રાખતું,
હવે ખંડિયર બની ગયું છે,
પણ યાદોને સંઘરી બેઠું છે,
સરનામું સાચવી રાખેલ છે,
સ્નેહ સંબંધે બંધાયેલ છે.
