STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

પ્રકૃતિની નિયમિત રફતાર છે

પ્રકૃતિની નિયમિત રફતાર છે

1 min
209

જગત પર સર્જનહાર હોવાનો અણસાર છે,

એટલે જ તો આ પ્રકૃતિની નિયમિત રફતાર છે,


આ પર્વત પરથી નીકળતા ઝરણા અદ્ભૂત સર્જન છે ઈશ્વરનું,

એટલે જ તો ઝરણાનો મીઠો ઝણકાર છે,


દરિયાની શોર કરતી લહેરો, પંખીનું મીઠું સંગીત છે,

આ ધરતી પર સર્જી ઈશ્વરે ખુશીઓની વણઝાર છે,


રોજ આવે સૂરજ આંગણે નવા શમણાંઓ લઈને,

ઊઠ, ઊભો થા, તારું સ્વાગત કરવા એ લઈને આવ્યો ફૂલહાર છે,


તકલીફોમાં દુઃખી કેમ થાય છે તું આમ ?

તકલીફોમાં તારા માટે લાવ્યો એ અવસર છે,


મંઝિલ તારી ખૂબસૂરત અને અદ્ભૂત હશે !

ભલે ને હમણાં કાંટાભરી તારી ડગર છે,


તારાથી થાય એટલે પ્રયાસો કર, બાકી બધું એના પર છોડી દે,

ધાર્યું બધું થઈ જશે તારું,તારા પર એની રહેમની નજર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract