STORYMIRROR

Narendra K Trivedi

Abstract Inspirational

4  

Narendra K Trivedi

Abstract Inspirational

ગીરવી પડ્યું છે

ગીરવી પડ્યું છે

1 min
240

જિંદગી તને ખરીદવાનાં મોલ શું છે ?

બધું જ તો તારી પાસે ગીરવી પડ્યું છે,


શબ્દો, ભાષાને હોય છે એક હેસિયત

દિલ પાસે બધું જ મારુ ગીરવી પડ્યું છે,


આંખોથી આંસુઓને હોય છે વહેવું

પાંપણમાં એક સપનું ગીરવી પડ્યું છે,


સવાર, મધ્યાહન ને સલુંણી સાંજે છે

ઘટિકાયંત્ર પાસે બધું જ ગીરવી પડ્યું છે,


આરામ, વ્યસ્તતા ને એક એકાંત છે

સમજણ પાસે બધું જ ગીરવી પડ્યું છે,


મોજ, મસ્તી અને આનંદ ઉલ્લાસ છે

ઓસરતી જિંદગી પાસે ગીરવી પડ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract