STORYMIRROR

Chetna Momaya

Abstract Inspirational

3  

Chetna Momaya

Abstract Inspirational

જિંદગી

જિંદગી

1 min
28.3K


આમ તો કાંઈ જ નથી મારું,

પણ જિંદગી છે મઝાની મારી.

મારી પડખે બેઠેલા બધા છે મારાં,


કયારેક હવાના ઝોકાંની જેમ સંબધી મારાં,

મહેકાવી જાય છે જિંદગી મારી.

ધરતી છે મારી, ગગન પણ છે મારું,

પણ બારીએથી દેખાય એટલો જ મારો.


બારીએથી દેખાતો, સૂરજ પણ મારો 

ઊગતા કિરણોથી, મહાકાવે જીવન મારું.

બારીએથી દેખાતો ચન્દ્ર,પણ મારો,


શીતલ ચાંદની પ્રસરાવે, જીવનમાં મારાં. 

બારીએથી ટમટમતા, તારલા પણ મારાં, 

ઝગમગે પ્રસન્નતાથી જીવનમાં મારાં.


જ્યાં સુધી જીવિત છે, ધડકન મારી, 

જવાનું નથી આમાનું, કાંઈપણ જિંદગીથી મારી.


Rate this content
Log in

More gujarati poem from Chetna Momaya

Similar gujarati poem from Abstract