રજૂઆત મારી
રજૂઆત મારી
ક્યારેક ક્યારેક હોય છે અંતરની રજૂઆત મારી.
ક્યારેક ક્યારેક હોય છે અંદરની શરુઆત મારી.
હૈયાવલોણે આખરે અમી કે વિષ નીકળી રહેતું,
મનોમંથનની પરાકાષ્ઠાએ ઉરની એ નિરાંત મારી.
ઘાવ જગતનાં સહીસહીને ઘવાયેલું હૃદય મારું,
શબ્દો પણ પાડીને જ જંપતા ઉરની ભાત મારી.
પ્રાસાનુપ્રાસે શબ્દવિન્યાસ થઈને વિરમી જતો,
બહુ ઓછાને સમજાતી હશે ઉરની વાત મારી.
આમ તો શબ્દ અને અંતર પ્રતિબિંબ એકમેકના,
ઉપાહારે આખરે એ હશે કોઈ શબ્દસૌગાત મારી.