STORYMIRROR

Meena Mangarolia

Abstract Others Tragedy

3  

Meena Mangarolia

Abstract Others Tragedy

આંસુઓ મારા કહ્યામાં નથી

આંસુઓ મારા કહ્યામાં નથી

1 min
26.5K


આંસુઓ પણ કયા મારા કહ્યામાં છે. 

કયારેક બહાર તો ક્યારેક ભિતર વહે...


ઘણું સમજાવું છું પણ માનવા તૈયાર નથી.

અવિરત વહ્યા કરે છે...

કયારેક બહાર તો ક્યારેક ભિતર.


મારી આંખો તો જાણે આંસુઓનો દરિયો... 

તેમાં નીર તો જાણે સરિતાની સરવાણી... 


એમાં અશ્રુની ધારા અને નયન ભીંના ભીંના...

સુખ દુઃખના સાથી મારા કયારેક બહાર તો ક્યારેક ભિતર વહે...


જેમ નદીમાં પૂર એમ હૃદયમાં ઉમડતા પૂર...

આંસુઓને કયાં કોઇ રોકી શકયું છે? 


એના દુઃખ દર્દ કયા કોઈ જાણી શક્યું ? 

ખુદ હું પોતે પણ નહીં. 


હૃદય ની ભાવના હલકે હલકે...

ને વેદના બની છલકે છલકે...

અશ્રુની વહેતી ધારા બહાર કે ભિતર છૂપાતી નથી. 


અશ્રુની વેદના મીઠી પણ એના ગુણ છે,

ખારા જાણે ઘૂઘવતો દરિયો...


કહોને વાલમ હું કેમ કરી સહુ?

આ મીઠા ખારાજલની વીરડી..


આંસુઓ પણ કયાં મારા કહ્યામાં છે.

કયારેક બહાર તો ક્યારેક ભિતર વહે...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract