STORYMIRROR

Chaitanya Joshi

Abstract Others

3  

Chaitanya Joshi

Abstract Others

પિતૃવેદના.

પિતૃવેદના.

1 min
27.8K


ભાસે ઘરમાં સઘળું સૂમસામ સુતા તારા જવાથી.

સૂઝે નહિ મુજને કશું પણ કામ સુતા તારા જવાથી.

શૈશવની સ્મૃતિઓ તારી વારેવારે દ્રષ્ટિગોચર થતી,

તારો સ્નેહ અકળાવતો નિષ્કામ સુતા તારા જવાથી.

શ્વસુર ગૃહે પગલાં પાડ્યાં તે પિતૃગૃહને પરહરીને, 

મુજ આંગણ રખે તારો મુકામ સુતા તારા જવાથી.

ઘરનાં ખૂણેખૂણે યાદ તારી હજુએ ઊભી અડીખમ, 

તુજ ત્યાગ ને કોટિ કોટિ પ્રણામ સુતા તારા જવાથી.

દસ્તૂર દુનિયાનો અનુસરવો રહ્યો સૌએ જગતમાં, 

ઉરે અંકિત તારાં સ્મરણો તમામ સુતા તારા જવાથી.

દૂરસુદૂર મુજ આંગણેથી તોયે અંતરની આસપાસ, 

સહજ મૂક આશિષ વરસે આમ સુતા તારા જવાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract