ચહેરા બધા લાગે સરદાર કેવા!
ચહેરા બધા લાગે સરદાર કેવા!
કવિ શ્રી ભાવીન ગોપાણીની પંક્તિ
તમારા વિચારો છે વગદાર કેવા!
અમારા ઈશારા છે દમદાર કેવા!
પડી જ્યાં તિરાડો,પછી સાંધવા ક્યાં?
ચહેરા બધા લાગે સરદાર કેવા!
જવાબોની આશા નહીં રાખવી જ્યાં;
સવાલો જ છે આમ હકદાર કેવા!
સબંધો ગયા, લાગણીઓ સુકાણી,
થયું જ્યાં મરણ, ત્યાં કરજદાર કેવા!
હવે આમ શી ચૂપકિદી સહો છો?
અબોલા તમારા વજનદાર કેવા!
