STORYMIRROR

heena sinroja

Romance

4  

heena sinroja

Romance

ચાલ લાગણી વરસાવીએ

ચાલ લાગણી વરસાવીએ

1 min
267

આવી છે મોસમ વરસાદની, ચાલ લાગણી વરસાવીએ !

એક તુું અને એક હું, ચાલ લાાગણી વરસાવીએ !


વરસતાં વરસાદનાં એ અમીછાંટણા,

લાગે બરફ શી ફોરમ, ચાલ લાગણી વરસાવીએ !


ભલે ભીંજાઈએ આપણે, છત્રીમાંંથી,

ભીની લાગણીઓ લઈને ચાલ લાગણી વરસાવીએ.


વરસતી ખુશ્બૂ હાથ મહીં ના સરકે,

તારી મહેેંદીનો રંંગ છે આજ, ચાલ લાગણી વરસાવીએ...


ઉપર મેઘધનુષી આકાશ, સાથે ગુલાાબી જાય,

એની વચ્ચે આપણે, ચાલ લાગણી વરસાવીએ !


એકવાર તું પાણી ઉછાળે, એકવાર હું,

પલળતાં પળવારમાં ચાલ લાગણી વરસાવીએ !


સતત આમ જ કાયમ મળતાં રહીને,

છત્રી વિના સનમ, ચાલ લાગણી વરસાવીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance