STORYMIRROR

heena sinroja

Romance Inspirational Others

4  

heena sinroja

Romance Inspirational Others

લાગણી પણ કેવી છે

લાગણી પણ કેવી છે

1 min
365

લાગણી પણ કેવી છે ? આપણી સહિયારી છે !

માંગણી કરતાં તો એ આપવી વધુ સારી છે !


રોપવી એને છોડની જેમ સિંચન કરીને બહુ,

લાગતી એથી જાણે ફૂલની તો ક્યારી છે,


જે કરે સ્વિકાર એનો દિલથી એ સમજુ જ ગણવા,

આશિકી બાકી તો આ આપણીયે હારી છે !


જેમ પ્રસરે પ્રેમની ફોરમ અને શ્વાસ સુગંધી થાય,

લાગણીનું પણ આવું છે એ મારી~તમારી છે,


સાંજના વરસાદી મોસમમાં શાંત સરોવરમાં,

આવતી એને મેં બહુયે બખૂબ નિહારી છે,


વાદળો એકબીજામાં જેમ ત્યાં મળતાં હોય છે,

એમ સામે દેખી મેં એક તે પનિહારી છે,


આપણી તાલાવેલી હોય જો ફાવી "હીના" !

લાગતું એવું કે આ લાગણી પણ પ્રહારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance