Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

heena sinroja

Abstract Inspirational Others

3  

heena sinroja

Abstract Inspirational Others

લાગણી

લાગણી

1 min
121


ક્યારેક કોઈક લાગણી જોઈ શકાતી નથી !

ક્યારેક કોઈક લાગણી અનુભવી શકાતી નથી,


વણઉકેલ્યા કથન છે બસ સમય સાથે;

ક્યારેક કોઈક લાગણી છૂપાવી શકાતી નથી,


એકસામટી આવી પહોંચે છે, ને લાગે છે "ઘોડાપૂર" ?

ક્યારેક કોઈક લાગણી સમાવી શકાતી નથી !


રાત પૂરી થાતાં જ સવારની ઝાંકળ પ્રકાશિત થાય છે,

ક્યારેક કોઈક લાગણી તપાવી શકાતી નથી !


ધસમસતો પ્રવાહ વહે છે એકસામટો પણ,

ક્યારેક કોઈક લાગણી લોહીમાં ઉતારી શકાતી નથી,


અસમંજસમાં ફરતી રહું, ને ન બોલું પાછી કાંઈપણ ?

ક્યારેક કોઈક લાગણી ઘડી શકાતી પણ નથી ?


આ શોર~બકોર સાંભળતી રહું છું ચારેકોર,

ક્યારેક કોઈક લાગણી મનમાં વિચારી શકાતી નથી,


તપન છે, સહન કરવું એ આદત છે !

ક્યારેક કોઈક લાગણી કલ્પી શકાતી નથી,


શોધતી રહે છે નજર મારી હંમેશા કાંઈ,

ક્યારેક કોઈક લાગણી શમાવી શકાતી નથી,


ઈચ્છવા છતાં પણ નાકામિયાબ થવું કેમ ?

ક્યારેક કોઈક લાગણી ભૂલી શકાતી નથી, 


મામૂલી હરકત છે, ને સાથ તમારો હરપળ,

ક્યારેક કોઈક લાગણી ઝૂકાવી શકાતી નથી,


સમંદરને પણ નાનકડી હોડી બોલાવતી હોય !

ક્યારેક કોઈક લાગણી મજધારે ભિંજાતી નથી !


આવું બધું ચાલ્યા રાખે જીવનમાં "હીના",

ક્યારેક કોઈક લાગણી દિલમાં રોપી શકાતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract