STORYMIRROR

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

સાચું રજવાડું

સાચું રજવાડું

1 min
338

અંતરના ઓરડે સાદ તને હું પાડું,

તું જ મારા પ્રેમનું સાચું રજવાડું,


હૃદયાસને બિછાવ્યો ઊર્મિનો ગાલીચો,

તારા સ્નેહનો અહેસાસ સાચું રજવાડું,


સ્વાર્થની આ દુનિયામાં કોનો કરું ભરોસો,

તારા સાનિધ્યમાં મળે હક્ક સાચું રજવાડું,


નથી જોઈતી મારે જર જમીન સંપત્તિ,

બાહુપાશમાં મળતી શાંતિ સાચું રજવાડું,


રહેવા માટે નથી જોઈતા બાગ બંગલા,

તારા ઉરના ખૂણામાં મારું સાચું રજવાડું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational