STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

કેવી આઝાદી ?

કેવી આઝાદી ?

1 min
268

આપણા દેશ અને સમાજને,

વ્યવસ્થિત ચલાવવા દોરવાને,

ખાતર જે પણ ઘડાયેલા હોય,

કે અનુભવે નક્કી થયેલા હોય,


કાયદા કાનૂન કે નીતિ નિયમ,

જે સદા રહેતા હોય છે કાયમ,

હોય છે જે લોકકલ્યાણ માટે,

સમાજના ઉત્થાન ભલા સાટે,


તેમાંથી આઝાદી કદી ન હોય,

તેવી માંગણી પણ કેમ કરાય ?

આપણા આઝાદ દેશમાં કેવી ?

આ કેવી આઝાદીની માંગણી !


કેટલી અને કોનાથી આઝાદી ?

જો લેવાની જ હોય આઝાદી,

તો લ્યો વ્યસનોથી આઝાદી,

ખોટા રિવાજોથી આઝાદી,


ખોટા વિચારોથી આઝાદી,

લોભ ને લાલચથી આઝાદી,

મોહ માયાથી આઝાદી,

અને આળસથી આઝાદી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational