આવ્યો છું
આવ્યો છું
દીવાનું અજવાળું લઈને આવ્યો છું
ઝળહળવાનું સપનું લઈને આવ્યો છું,
દીવાથી દીવડાઓ પ્રગટે એવું સમજી,
સરવાળે સરવાળો લઈને આવ્યો છું,
તેલ જેટલું, વાટ જેટલી, બસ વાટ એટલી,
સથવારે સથવારો કરવા આવ્યો છું,
અંધારાને ઉલેચવા નું ગજું કેટલું ?
બસ મારા કદનું ભાથું લઈને આવ્યો છું.
