STORYMIRROR

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

સફળતાની ચાવી

સફળતાની ચાવી

1 min
356

કરો તૈયારી કમર કસી લક્ષ્ય સુધી પહોંચવા,

ત્યારે મળશે જ્વલંત સફળતા તણા મેવા,


હાર્યા વગર આગળ વધો રાખો ઊંચું નિશાન,

કેમકે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન,


ચડે પડે વારંવાર તોય કરોળિયો જાળું ગૂંથતો,

તેમ નિષ્ફળતાને દૂર કરવા માટે ઘડો તખ્તો,


સખત પરિશ્રમ, અભ્યાસ થકી જીતને વરશો,

માટે લક્ષ્યથી હારી તમે પાછીપાની ના કરશો,


જાત મહેનતથી ખોલી શકશો વિજયના દ્વાર,

પગ પર પગ ચઢાવી કદી ના સ્વીકારશો હાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational