Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

ઓળખ

ઓળખ

1 min
330


ઊંચી ઊંચી અગાસીઓને આંબતા પહેલા,

હર ઈમારતની બુનિયાદને ઓળખ !


બની બિંદુ સમાઈ જા સિંધુમાં એ પહેલા,

પવિત્ર ગંગાની ગુહ્ય ગંગોત્રીને ઓળખ !


સૃષ્ટિ તણી સુંદરતાને પામતા પહેલા,

તારી જ અંદરની કુરુપતાને ઓળખ !


કરુણા કેરા સાગરમાં ડૂબ એ પહેલા,

ક્રોધની ભભૂકતી જ્વાળાઓને ઓળખ !


જિંદગી તો બહુ ગઈ ને હવે થોડી જ રહી,

તો વધેલા વખતનાં વહેણને ઓળખ !


અચાનક કરશે રાવણ, સીતાહરણ,

છે ચો-પાસ તે લક્ષ્મણ - રેખાને ઓળખ !


પોકારતા પહેલા પરમાત્માને ઓ પામર,

તું પ્રાર્થનાના પરમ પગરવને ઓળખ !


આદિ - અનાદિ આધ્યાત્મ પામ એ પહેલાં,

અહિ ધર્મોમાં છૂપાયેલા અધર્મને ઓળખ !


અને જાણવો જ હોય આત્માને તારી અંદર,

તો પહેલા તારી જીવતી લાશને ઓળખ !


ને “પરમ” બની પામવું હોય પૂર્ણ ને સંપૂર્ણ,

તો “પાગલ” બની સ્વના શૂન્યને ઓળખ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational