STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

મારે

મારે

1 min
410

સાગર તરીને જાવું છે પેલે પાર મારે,

કંઈક અલગ કરવું છે જીવનમાં મારે.


ના મારા સ્વપ્નોને તોડીશ ના રસ્તો છોડીશ,

આકાશ પામવું છે, જમીન છોડવી નથી મારે.


ટૂટવા છતાં હરહાલમાં ચાલવું જ છે મારે,

મુશ્કેલીઓથી લડવું જ છે જીવનમાં મારે.


પાંખ પણ મારી હશે ઉડાન પણ મારી હશે,

લલકાર ગુંજતી કરવી છે આ જગમાં મારે.


"નાના"ની અંદરનાં જ ડરને જીતવું છે મારે,

કંઈક અલગ કરવું છે જીવનમાં મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational