STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

સિદ્ધિ મળતી દ્વારે

સિદ્ધિ મળતી દ્વારે

1 min
299

હોય ઈરાદો ઉરે બુલંદ ! મળતી સિદ્ધિ દ્વારે,

કર મહેનત તું સદા ભરપૂર, જડતી સિદ્ધિ દ્વારે.


લક્ષ્ય નક્કી તો, નજર અંદાજ, કર કંટક સકલ,

વીંધજે પુરુષાર્થ શર લઇ તો જ વરતી સિદ્ધિ દ્વારે.


આભથી  અંગાર ઓકે, સૂર્ય પણ મારગ મહીં,

આગ શી અડચણ કરી લે પાર, ફળતી સિદ્ધિ દ્વારે.


છે 'સફળતા' દોહ્યલી, કપરા ચઢાણે પામશો ભઇ,

હામ દિલમાં સંઘરી, કર યત્ન, ખરતી સિદ્ધિ દ્વારે.


આંખમાં ઉંજણ અનોખા આંજ! તો છે શક્ય સઘળુ,

પાડ 'શ્રી' પ્રસ્વેદ બિંદુ રોજ, હસતી સિદ્ધિ દ્વારે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational