STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

હૈયે હામ રાખતો જા

હૈયે હામ રાખતો જા

1 min
265

હૈયે હામ રાખતો જા,

સફળતા મળતી જશે.

ચિંતા કરવાથી શું મળે?

મનને ચિંતન મળી જશે.


લાગણીને કાબુ રાખતો જા,

અહીં દિલ પણ જીતી જશે.

યાદ કરીને શું કરીશ તું ?

સમય પસાર થતાં ભૂલી જશે.


વેદનાનો દાવાનળ સળગ્યો,

પળમાં બધું રાખ થઈ જશે.

ફિનિશ પક્ષીની જેમ ઉભો થા,

હિંમત બતાવી જીવી જશે.


"સખી" ભૂતકાળને વાગોળ નહીં,

જિંદગી તારી સફળ થઈ જશે.

હૈયે હામ રાખતો જા,

સફળતા મળતી જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational