STORYMIRROR

Parul Thakkar "યાદે"

Tragedy

5.0  

Parul Thakkar "યાદે"

Tragedy

અનોખી દુનિયા

અનોખી દુનિયા

1 min
1.0K


સાવ અનોખી મેં દુનિયા જોઈ છે,


પહેલા કરે મિત્રતાનો દાવો... પછી પૂછે "કોણ છો તમે??" એવી દોસ્તી પણ મેં જોઈ છે,


ના કરાય ભરોસો અજનબીનો આ દુનિયામાં, પોતાપણાનો દંભ કરનારની કહેવાતી ઓળખાણ પણ મેં જોઇ છે,


જોઈ છે દરિદ્રતા મોટા મહેલોમાં રહેનારાની.... અને ઝુંપડામાં રહેનારની અમીરાત મેં જોઇ છે,


ના પૂછો અહીં કોણ છે પોતાનું અને કોણ છે પારકું.... પડછાયાની સંતાકૂકડી પણ મેં જોઈ છે,


નથી પ્યાસ હવે પ્રેમ નામની મદિરાની.... કોરી આંખમાં ઘૂઘવતી દરિયાની છાલક મેં જોઈ છે...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy