STORYMIRROR

Heena Pandya (ખુશી)

Others Tragedy

3  

Heena Pandya (ખુશી)

Others Tragedy

વાત છે એવી અહીં

વાત છે એવી અહીં

1 min
909


લાગણીની વાત છે એવી અહીં,

કે ભલાની જાત છે એવી અહીં.


જો ફરી છે ચોતરફ જે કાતરો,

આ હૃદયની ભાત છે એવી અહીં.


અંધકારે આ સિતારા આથમી,

કાળમીંઢી રાત છે એવી અહીં.


પ્રેમના જુઠ્ઠા પ્રયાણો આદરી,

ને પડી જો લાત છે એવી અહીં.


મેં ગળ્યા છે ઘૂંટડાઓ ઝેરનાં,

નોંતરી આ ઘાત છે એવી અહીં.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை