STORYMIRROR

Chirag Padhya

Inspirational Tragedy

5.0  

Chirag Padhya

Inspirational Tragedy

લજ્જા

લજ્જા

1 min
1.6K



ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા


વધતું ગયું છે પાપ રે, કોને રહી લજ્જા?

ના કોઈ રાખે માપ રે, કોને રહી લજ્જા?


ક્યાં છે હવે માનવ મહીં થોડીય માનવતા,

ભૂંસાય સારી છાપ રે, કોને રહી લજ્જા?


ના કોઈને વિશ્વાસ છે પોતાના કરમ પર રે,

તકદીર મારે થાપ રે, કોને રહી લજ્જા?


ના જીવતા કોઈ હવે સંજોગને સમજી,

પરિસ્થિતિ આજે ભાપ રે, કોને રહી લજ્જા?


તું રાખ કુદરત પર જરા આસ્થા હવે ભદ્રા,

ના થાય શ્રદ્ધા જાપ રે, કોને રહી લજ્જા?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational