STORYMIRROR

Kokila Rajgor

Tragedy

4.7  

Kokila Rajgor

Tragedy

કાઢી નાંખ્યા

કાઢી નાંખ્યા

1 min
2.9K


લગ્ન હ્દયની ઝાળ કહી મેંતો મન મોતી કાઢી નાંખ્યા.

ભગ્ન પ્રણયની ચાહ કહી મેંતો પરપોટા કાઢી નાંખ્યા.

ગળતાં ગળતાં કેવું જીવ્યા? બોલું ના રે એ અણસારા

બાંધી અટકળ આજકહી મેં અફવા ઓઠા કાઢી નાંખ્યા.


ખાલી પન માં જીવ રહેતો ભારે એજ બબડતો હારે

મુઠ્ઠી પોકળ ભાત કહી મેં ધગતાં કોડા કાઢી નાંખ્યા.

કેમ રહેવું ઊછીનાં અજવાસે ઊલ્હાશે બોલોને?

રડતાં પડતાં શ્રાવક કહી મેં જલનાં ફોરાં કાઢી નાંખ્યા.


અડતાં લડતાં ખડતાં નાજુક મનડું છાનું રાખું તોએ

જૂઠ્ઠા ભરમો સાર કહી મેં અમથા સોણાં કાઢી નાંખ્યાં

નજરો ની ડગર ભલે કાચી તોએ ચાલું સંભાળી ને

અટક્યાનાં બેહાલ કહીને મેં ખટક્યા લોચા કાઢી નાંખ્યા.


રમતાં દીઠાં ખેલો જગ આખે જાણી સ્મરણો નીતાર્યા

હૈયે દાબ્યા રાઝ કહી મેં જોડ્યા થોડા કાઢી નાંખ્યાં

પામ્યા ખાલી અંધારા ઓછાયા ત્યાં ક્યાં શાતા છાતી?

ખુટ્યું મારું જ્ઞાન કહી મેં દાબ્યા ધોળા કાઢી નાંખ્યાં


લાગ્યું સ્વાધિનતા મળશે પણ.. ભરમાયા રીત રિવાજોથી

ઠોકી એરણ આગ કહી મેં સિક્કા બોદા કાઢી નાંખ્યાં

માનવ જીવન મોંઘું પણ.. ક્યાંયે મેં ના માનવ દીઠી

આવો મનખોખાક્ કહી મેં દોષી ચૌલા કાઢી નાંખ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy