ક્યાં હતા ?
ક્યાં હતા ?
1 min
246
સુખ શોધતાં :દુઃખ પામતાં,
આભાસ સાચા ક્યાં થતાં ?
તપ જોડતાં :દુઃખ પામતાં,
આભાસ સાચા ક્યાં થતાં ?
મૃગજળ ભણી દોડી જતાં,
અળખામણાં ધોખી જતાં,
મન મોહતાં :દુઃખ પામતાં,.
આભાસ સાચા ક્યાં થતાં ?
સુખ છેતરે ને વેતરે,
હંફાવતું કાળાંતરે,
રસ લોભતાં દુઃખ પામતાં,
આભાસ સાચા ક્યાં થતાં ?
હાલાત આવા ક્યાં ઠરે?
આઘાતથી તન થરથરે,
ડગ રોકતાં :દુઃખ પામતાં,
આભાસ સાચા ક્યાં થતાં ?
ના નામ સરનામું મળ્યું,
ક્યાં કોકિલા નું દુઃખ ટળ્યું ?
દિલ ખોલતાં :દુઃખ મળ્યું,
આભાસ સાચા ક્યાં થતાં ?
