STORYMIRROR

Kokila Rajgor

Inspirational

4  

Kokila Rajgor

Inspirational

જીવતી

જીવતી

1 min
307

થાકી જતાં ક્યાં થોભતી ? 

ધન દોલતે ક્યાં લોભતી ? 

દાહો દબાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


બે બોલ બસ સહવાસથી, 

માંગી રહે મીઠાશથી, 

વાદો થમાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


રીતે સદા હીંચી રહી, 

ભાતે ભલા સીંચી રહી, 

ધારો ટકાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


ધરબારને સંભાળતી, 

દુઃખ ને દરદ ઓગાળતી, 

ખ્વાબો સજાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


મહિયર સરારે છોડતી, 

પતિઘર ધરારે જોડતી, 

માળો બનાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


જીવે સદીઓથી નમી, 

સ્ત્રી કોકિલા એથી ગમી, 

શ્વાસો જગાવી જીવતી, 

કરજો કદર એ સ્ત્રી તણી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational