વાદળ ગડગડે
વાદળ ગડગડે
1 min
203
આભમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
નાદમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
વાયરે દામન સરસરે,
અંધકારે રસ ઝરમરે,
રાતમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
માંહ્યલે ચાહત ગણગણે,
ચોતરફ શ્રાવણ રણઝણે,
ગાજમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
આંગણે મયૂર થનગને,
ચાતકે ઠરતાં તનમને,
ભારમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
સાગરે સરિતા જલ ઢળે,
કોકિલા અવની તલ ફળે,
વ્હાલમાં વાદળ ગડગડે,
વીજળી વાહક કડકડે !
