દીપાવલી
દીપાવલી
1 min
28
દીપાવલી આવી રહી,
અંતર તમે અજવાળજો.
સદ્ ભાવને વાવી રહી,
જંતર તમે અજવાળજો.
હૈયે નવા રંગો ભરી,
અંધારપટ ઓગાળજો.
અજવાસને પાળી રહી,
અંતર તમે અજવાળજો.
નેમી પણું આંકી રહી,
સંબંધને શોભાવજો...
તે'વારને ભાળી રહી...
જંતર તમે અજવાળજો.
સોહામણું આંગણ કરી,
સૌને અહીં બોલાવજો..
સંગાથ ને સાચી રહી,
અંતર તમે અજવાળજો.
બૂરાઈને બાંધી રહી,
વધતી જશે તાકાત જો..
સોગાત ને લાંચી રહી,
જંતર તમે અજવાળજો.
