STORYMIRROR

Kokila Rajgor

Others

4  

Kokila Rajgor

Others

આઘાત

આઘાત

1 min
272

પાળી વફાદારી સદા,

આઘાત પામી છું ભલા !

ભાખી ટકાવારી સદા,

આઘાત પામી છું ભલા !


જૂઠ્ઠા પણું જીતી જતું,

સાચા પણું હાંફી જતું,

લાળી કલાકારી સદા,

આઘાત પામી છું ભલા !


ઓકાતથી તાપી રહું,

કોને જ ક્યાં માપી શકું ?

ગાજી સદાચારી સદા,

આઘાત પામી છું સદા !


સંબંધને સાંધી તગું,

છાના પણે મુજને ઠગું,

વાગી જ બેધારી સદા,

આઘાત પામી છું ભલા !


સંગાથ અભિનયથી ગળું,

કોયલ મલયથી ખળભળું,

હારી જતી યારી સદા, 

આઘાત પામી છું ભલા ! 


Rate this content
Log in