ડૂબતી મઝધાર આવી
ડૂબતી મઝધાર આવી
1 min
336
નાવડી મારી તરાવી, ડૂબતી મઝધાર આવી,
ખાતરી ધારી ડગાવી, ડૂબતી મઝધાર આવી.
આવજે પ્રભુ તું સગપણે, તારજે મુજને ભવરણે,
લાગણી ઠારી દબાવી,ડૂબતી મઝધાર આવી.
ના કશું જામ્યું હલચલે, ખૂંપતી જાતી દલદલે,
આંગળી હારી હટાવી,ડૂબતી મઝધાર આવી.
નાવડી ઠાલી ડગડગે, હાટડી ક્યાંથી ઝગમગે ?
બાવલી યારી પચાવી, ડૂબતી મઝધાર આવી.
કોકિલા આશા ખળભળે, કાફલા સારા ટળવળે,
પાલખી ભારી વહાવી,ડૂબતી મઝધાર આવી.
