બાંધી શકી ક્યાં ?
બાંધી શકી ક્યાં ?
1 min
297
ખૂટતી જાતી સમયથી,
લાગણી બાંધી શકી ક્યાં ?
દૂભતી જાતી હૃદયથી,
લાગણી બાંધી શકી ક્યાં ?
કાંતતા જીવાય કેવું ?
સાંધતાં ઝીલાય કેવું ?
ફૂગતી જાતી વિષયથી,
લાગણી બાંધી શકી ક્યાં ?
આવનારાં જાય જાણું,
તાગતાં સંતાપ તાણું,
ઝૂકતી જાતી મલયથી,
લાગણી બાંધી શકી ક્યાં ?
સાચતાં અંજામ ભાળું,
રાચતાં ક્યાં જાત બાળું ?
ગુંચતી જાતી પ્રણયથી,
લાગણી બાંધી શકું ક્યાં ?
કોકિલા ઓકાત ઢાળું,
હારતાં ક્યાં જાત બાળું ?
બૂઝતી જાતી જ વયથી,
લાગણી બાંધી શકી ક્યાં ?
