STORYMIRROR

Kokila Rajgor

Others

4  

Kokila Rajgor

Others

નભ ગળતાં

નભ ગળતાં

1 min
232

વાદળ નામે કાગળ લખતાં,

ચોમાસાથી નભ ગળતાં !

ઝાકળ ગામે કાગળ લખતાં,

ચોમાસાથી નભ ગળતાં !


દોડ્યા પવનો પકડી લેતાં,

હરખી જલ ટપટપ પડતાં !

ફાગણ સામે કાગળ લખતાં,

ચોમાસાથી નભ ગળતાં ! 


તપતી અવની નાં તપ કથતાં, 

થાકી ઊંડા જળ મથતાં ! 

શ્રાવણ હામે કાગળ લખતાં, 

ચોમાસાથી નભ ગળતાં ! 


નાના - મોટાં સૌએ ન્હાતાં, 

સરિતા સાગર છલકાતા ! 

સાગર ઠામે કાગળ લખતાં, 

ચોમાસાથી નભ ગળતાં ! 


વરસાદે મયુરા થનગનતા, 

'કોયલ' ચાતક જલ પીતાં ! 

ઠાકર ધામે કાગળ લખતાં, 

ચોમાસાથી નભ ગળતાં ! 


Rate this content
Log in