STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

દાઝે છે

દાઝે છે

1 min
558

મસ્તકે-મસ્તક સમજ દાઝે છે,

પારકા સુખથી સહજ દાઝે છે,


ક્યાં બને થોડે બધા સંતોષી,

રૂપિયા-પૈસા અબજ દાઝે છે,


રોજ લાગે છે નજર સૌ સુખને,

મ્હેફિલે જાતા તરજ દાઝે છે,


આજ આડો આંક વાળે છે સહુ,

જ્યાં જુઓ ત્યાં તો ગરજ દાઝે છે,


હોય ‘સાગર’ આગ સૌનાં દિલમાં,

રોજ અંગારે મગજ દાઝે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy