STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy Others

4  

'Sagar' Ramolia

Tragedy Others

વિધવા ભાગ-38 પાવૈયાના આશિષ

વિધવા ભાગ-38 પાવૈયાના આશિષ

1 min
426

એના ઘેર જનમ્‍યા બાલુડા,

નામ સૂરજ પાડયા બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


તારા તેજથી બધાં અંજાય બાલુડા,

નભનો સૂરજ પશ્ચિમે જાય બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


કનૈયો કાળો કે'વાય બાલુડા,

પણ તારાં વખાણ ન થાય બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


તારાં પગલાં કંકુનાં પડશે બાલુડા,

તું સર્વથી આગળ નીકળશે બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


તારું નસીબ છે ખૂબ સારું બાલુડા,

જીવન જીવજે અલગારું બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


દુનિયા થશે તારી ગુલામ બાલુડા,

દીપી યઠશે તારું કામ બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


કદી કોઈ કંટક વેરશે બાલુડા,

તારા પગલે ફૂલ બનશે બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


પ્રભુ કરશે તને સહાય બાલુડા,

જેથી મુશ્‍કેલીઓ દૂર થાય બાલુડા;

ખમ્‍મા બાલુડા, સૂરજ બાલુડા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy