STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-29 નણંદને...

વિધવા ભાગ-29 નણંદને...

1 min
539

મારાં વ્‍હાલાં નણંદબા ઢોલની દાંડી ઉપર રાસ રમે.

ઝાંઝરનો ઝણકાર મનડાં મોહે,

મનને એ બહુ ગમે રે નણંદબા,

મારાં વ્‍હાલાં નણંદબા ઢોલની દાંડી ઉપર રાસ રમે.


કપાળે ટીલડી જાણે ચંદ્ર ચમકે,

તારલા બાજુમાં ભમે રે નણંદબા, મારાં...


ચંદ્રની ચાંદની જાણે ઝાંખી લાગે છે,

મુખડું એવું ચમકે રે નણંદબા, મારાં...


આકાશમાં દેવો આજે જોવા આવ્‍યા છે,

રાસ એવો તો ચગ્‍યો છે રે નણંદબા, મારાં...


હાથની ચૂડલી એને ભારે લાગે છે,

હળવી બંગડી શોભે રે નણંદબા, મારાં...


ગળાનો હાર જાણે સપ્‍તર્ષિની હાર,

ગળે ઝબક ઝબકે રે નણંદબા, મારાં...


ચમકતી ચૂંદડીમાં તારાની ભાત,

અંગ પર ખૂબ સોહે રે નણંદબા, મારાં...


હાસ્‍ય થકી એના કુદરત મલકે,

ફૂલો સુગંધ ફેલાવે રે નણંદબા, મારાં...


શરણાઈના સૂર સાથે ઢોલ ઢબૂકે,

મનડાં નચાવી મૂકે રે નણંદબા, મારાં...


નણંદના વીરા ઊભા ઊભા મલકે,

બહેનડી રાસ રમે રે નણંદબા, મારાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy