STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

શું કરું ?

શું કરું ?

1 min
621

આઘે ન જવાય શું કરું ?

પાસે ન રે’વાય શું કરું ?

પેટમાં થયો છે અપચો,

અન્ન ન ખવાય શું કરું ?


આંખો બની ગઈ અંધ,

કંઈ ન દેખાય શું કરું ?

દુ:ખ દુભાવે છે મનમાં,

આંસુ ન સૂકાય શું કરું ?


યત્ન કરું હર્ષ માણવા,

માણ્યું ન મણાય શું કરું ?

‘સાગર’ મનાવ્યું મનને,

તોયે ન મનાય શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy