Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-42 વિદેશ વિદાય

વિધવા ભાગ-42 વિદેશ વિદાય

1 min
582


સ્‍વામી ! તમે વિદેશ ભલે જાવ જો,

વિદેશમાંથી જલદી પાછા આવજો રે લોલ !

સ્‍વામી ! અમે જોશું તમારી વાટ જો,

લાંબો વિરહ તમે ન કરાવજો રે લોલ !


સ્‍વામી ! તમને કપાળે કરું તિલક જો,

પ્રભુજી આપે તમને સફળતા રે લોલ !

સ્‍વામી ! મેં તો તૈયારી સઘળી કરી જો,

જલદી જલદી ન નીકળતા રે લોલ !


સ્‍વામી ! વિદેશનું લાગે ન પાણી જો,

શરીરનું ઘ્‍યાન તમે રાખજો રે લોલ !

સ્‍વામી ! થાય હવામાનનો બદલો જો,

એના સામે તે ઝીક ઝીલજો રે લોલ !


સ્‍વામી ! તમારાં સપનાં સાકાર થાય જો,

સિદ્ધિઓ તમારા પગ ચૂમે રે લોલ !

સ્‍વામી ! મનમાં આવે આવો વિચાર જો,

મન મારું ઝૂમઝૂમ ઝૂમે રે લોલ !


સ્‍વામી ! બધે ચડતી તમારી થાય જો,

પડતી કોષો દૂર ભાગે રે લોલ !

સ્‍વામી ! આપણી વાડી લીલી થાય જો,

એ જ આશા ઉરથી જાગે રે લોલ !


સ્‍વામી ! તમે ધીમે ડગ માંડો જો,

શુકનનાં પાડજો પગલાં રે લોલ !

સ્‍વામી ! લીધું મનને મનાવી જો,

જલદી આવજો દેખાડી કલા રે લોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy