STORYMIRROR

Priti Pimpalkhare

Tragedy

4  

Priti Pimpalkhare

Tragedy

હું કે તું ના પ્રશ્નમાં

હું કે તું ના પ્રશ્નમાં

1 min
642

શબ્દો હતાં ઘણા બધા,

અધરો પર આવી અટકી ગયા, 

જીવ્હાની નિસરણી કરી, 

ફરી અંતરે ઉતરી ગયા.


અંતરે ઉતરી પછી

એકબીજાથી લડી પડ્યા, 

હું કે તુંના પ્રશ્નોમાં,

ત્યાંના ત્યાંજ રહી ગયા.


નિત્ય નવા શબ્દોનું અહીં,

આગમન હવે થાય છે, 

રોજ નવા ભાવોથી,

હવે અંતર પણ મુંઝાય છે,


શબ્દો સાથે ભાવોની,

હવે જંગ છેડી જાય છે, 

હું કે તું ના પ્રશ્નોમાં,

ત્યાંના ત્યાં જ રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy