Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-47 માતાએ ગાયું ગીત

વિધવા ભાગ-47 માતાએ ગાયું ગીત

1 min
439


એક લીલુંડું રમણીય જંગલ હતું,

એમાં જીવન જીવતાં સૌ મઘમઘતું;

એક લીલુંડું રમણીય જંગલ હતું.


તહીં સર્વે ફ્રૂલડાંની ફોરમ આવતી,

સૂરજમુખીનું ફૂલ રહે ચમકતું; એક લીલુંડું ...


ઝાડ પવન સાથે ઝૂલા ઝૂલતાં હતાં,

ઝાડ નમસ્‍કાર કરતાં કેવું નમતું; એક લીલુંડું...


એક દિન આનંદમાં લહેરાતો હતો,

સૌનું મુખડું દેખાતું હતું મલકતું; એક લીલુંડું...


શુભ અવસર કોઈ ઉજવાતો હતો,

લગ્નગીત સંભળાતું'તું રણઝણતું; એક લીલુંડું...


સિંહરાજા મહેમાન તેમાં બન્‍યા હતા,

ઓલ્‍યું સસલું ચાલે છડી પોકારતું; એક લીલુંડું...


પે'લા વાંદરાભાઈ રસોઈયા બન્‍યા હતા,

ભોજન બનાવ્‍યું સૌને મનભાવતું; એક લીલુંડું...


સિંહણરાણી ગીતડાં તેમાં ગાતાં હતાં,

આતો હરણ-હરણીનું લગ્ન હતું; એક લીલુંડું...


સુખી થવાનાં દંપતીને આશિષ આપ્‍યાં,

જીવન સુખી હતું એનું મઘમઘતું; એક લીલુંડું...


બીજાં જંગલની હરણને માયા લાગી,

હરણ હરણીને છોડીને રહ્યું જતું; એક લીલુંડું...


હરણી કંથની વાટલડી જોવા લાગી,

એનું જીવન વિરહમાં જતું વીતતું; એક લીલુંડું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy