Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-49 સ્‍વપ્‍ન

વિધવા ભાગ-49 સ્‍વપ્‍ન

1 min
513


રાત્રે ઊંઘું ને સવારે ઊઠું,

પિયુ મને આવે સપનાં તમારાં અનેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની

માયાનો છૂટશે કયારે રંગ !


સપનામાં પિયુ તમે સાથે,

પિયુજી હું તો ઊંઠું ત્‍યારે રહું અટૂલી એક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


સ્‍વપ્‍નમાં દેખું કદી'ક હસતા,

પિયુજી કદી' દેખું નિરાશાનો અતિરેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


સ્‍વપ્‍નમાં કદી'ક ઘેર આવતાં,

પિયુજી કદી'ક જતાં રહેતા દૂર છેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


સ્‍વપ્‍ન તો કાચ કેરો ટુકડો,

પિયુ એતો ફૂટીને થાય કરચો અનેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


વિયોગની વેદના ભગાડો,

પિયુજી હવે તો છોડોને વિદેશની ટેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


સૂરજ કરે તમારી ઝંખના,

પિયુજી તમે બનોને હવે તો થોડા નેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની........


કુટુંબનો ભાર કેમ સહું,

પિયુજી અબળાથી ભૂલી જવાય વિવેક,

હો, પિયુજી રે ! હો, વિદેશની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy