STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-23 દેવોને આમંત્રણ

વિધવા ભાગ-23 દેવોને આમંત્રણ

1 min
519

બીજા સંસારમાં પગલાં મેંતો માંડયાં,

મૂંઝવી રહ્યા છે અજાણતાના સૂર,

આરાધે વહેલા પધારજો !


પહેલા બોલાવું ગણપતિદેવને,

વિઘ્‍નેશ્‍વરાય વિઘ્‍ન કરો તમે દૂર, આરાધે...


દેવ તમે એક વેણ એવું આપજો,

જીવનમાં ફૂટે નૈ દુઃખનાં અંકુર, આરાધે...


બીજા બોલાવું મહાદેવ શંકરને,

ભોળા તમે કદી ન બનજો નિષ્ઠુર, આરાધે...


પ્રભુ ! આવીને દર્શન તમે આપજો,

વહાવજો સુખ અને ભકિતનાં પૂર, આરાધે...


ત્રીજા બોલાવું દિનપતિ સૂરજને,

મુખ પર આપજો ચમકતું નૂર, આરાધે...


જીવન મારું પ્રકાશિત બનાવજો,

અંધકારને કરી દેજો તમે દૂર, આરાધે...


ચોથા બોલાવું સંગીતજ્ઞ ગાંધર્વને,

જીવનમાં આપજો સંગીતના સૂર, આરાધે...


સંગીત સમાન જીવન સૌને ગમે,

સંગીત જેમ બની જાય મશહૂર, આરાધે...


પાંચમાં બોલાવું મનડાના દેવને,

આવો તમે ! હું થઈ જાઉં ગાંડીતૂર, આરાધે...


આવી તમે આ જીવન શણગારજો,

બની જાઉં તમારા નશામાં હું ચૂર, આરાધે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy