Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-40 હાલરડું

વિધવા ભાગ-40 હાલરડું

1 min
530


રમીને થાકી જાય, સૂરજ નીંદરમાં ઘેરાય,

સૂરજ મારો ઘોડિયામાં હમણાં ઊંઘી જાય !

મારા સૂરજને હેતથી સુવડાવું,

હું તો હરખે હાલરડાં ગાઉં;

સૂરજ જાય પોઢી, માથે રૂમાલ ઓઢી;

એતો કેવો દેખાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


ઘોડિયા ઉપર પોપટ બેસાડું,

મોરલાનાં પીંછડાં હું દેખાડું;

કરે અનેક રમતો, જાણે કયાં કયાં ભમતો;

સૂરજ કેવો હરખાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


એને ઘૂઘરો હું નવરંગો આપું,

એનો અવાજ સુંદર હું કાઢું;

એતો કેવો રમે, મને ખૂબ જ ગમે;

કેવો આનંદિત થાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


એના માટે હું શીરો બનાવું,

વ્‍હાલી ગાવડીનું દૂધ પાઉં;

એતો ઉતાવળો થાય, એના ગાલ બગડી જાય;

મારો આનંદ ન માય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


પરી આવે એને સપનામાં,

મીઠી વાતો કહે ચાંદામામા;

એતો આમ-તેમ ફરે, બધું જોયા કરે;

કેવો સમજુ કે'વાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


ઘોડિયાને સોનાથી મઢાવું,

એમાં ચાંદીનાં કડાં નખાવું;

એમાં પોઢે મારો બાળ, એતો કેવું શુકનિયાળ;

ધીમે ધીમે મોટો થાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


ચાંદની રાતમાં એને રમાડું,

એને ભાવતું ચૂરમું જમાડું;

એતો ડગું ડગું ચાલે, રૂડા આનંદમાં મ્‍હાલે;

ચાલતા કદી પડી જાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


વાંસળી કેવી રૂડી વગાડે,

એતો સૂતેલાને જગાડે;

કરે મને હેરાન, ખૂબ જ રાખું એનું ઘ્‍યાન;

કયારેય પોરો ન ખાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


એતો એવો નાચ નાચે,

જાણે કલાકાર બિરાજે;

એતો નાચે થનક થૈ, જાણે ભાન ભૂલી જૈ;

સાથે કાલુ કાલુ ગાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.....


હવે રહી તમન્‍ના એક,

એને શકિત મળે અનેક;

મારી ઈચ્‍છા પૂરી થાય, એ મહાન બની જાય;

ત્‍યારે સાચો કહેવાય,

સૂરજ મારો..... ! રમીને થાકી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy