Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-24 સાસુને

વિધવા ભાગ-24 સાસુને

1 min
443


સાસુ ! બેઠાં બેઠાં માળા જપો રે લોલ,

ને લો નિરાંતે પ્રભુજીનું નામ જો;

ઘરનાં તે કામ હું કરીશ રે લોલ !


ખાણું રાંધીશ પાણી ભરીશ રે લોલ,

મનની ચિંતા છોડી દો તમામ જો; ઘરનાં...


તમારી ઉંમર થૈ પાકટ રે લોલ,

કામમાંથી લૈ લો હવે આરામ જો; ઘરનાં...


સુખના દા'ડા તમારે આવ્‍યા રે લોલ,

જાત્રા તમે કરજો ચાર ધામ જો; ઘરનાં...


નથી જીવન કોરો કાગળ રે લોલ,

મનમાં તમારા ચોસઠધામ જો;

એ મનની જાત્રા હું કરીશ રે લોલ !


તમે છો મુજ મનની દેવી રે લોલ,

ભરજો મનમાં સદાયે હામ જો;

પૂજા હું તો તમારી કરીશ રે લોલ !


જ્ઞાનનો ખજાનો તમે સાસુ રે લોલ,

દૂર કરજો અજ્ઞાનની શામ જો;

સેવામાં પ્રભુજી નિહાળીશ રે લોલ !


આજ્ઞા પાળીશ તમારી હોંશે રે લોલ,

વર્તન કદી થાય નૈ બેફામ જો;

ઘ્‍યાન એવું ખૂબ હું રાખીશ રે લોલ !


પ્રભુમય તમે બની જાવ રે લોલ,

કરું તમને સદાયે પ્રણામ જો;

ઘરનો ભાર હું ઉપાડીશ રે લોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy