સ્થૂળતા
સ્થૂળતા
દરિયા સમો છું હું છતાં પલળી નથી શકતો
છું પાણી ભરેલ વાદળ, ગરજી નથી શકતો,
સાવ અલગ લાગણી થાય છે તારા વિશે
તું સતત સાથે છે છતાં સ્પર્શી નથી શકતો,
સૂર્ય પણ વ્યથિત છે એની અડગતા પર,
એવો છે એ તારો જે ખરી નથી શકતો,
એ સ્પર્શે છે અને ભીંજવે છે મને સતત
ખડક છું નદીના માર્ગનો વહી નથી શકતો.

