STORYMIRROR

Hiral Navsariwala

Romance

4  

Hiral Navsariwala

Romance

તું અને હું

તું અને હું

1 min
571

તું

એટલે

મારી અંદર

વિખરાઈ ગયેલા

શબ્દોને

લયબદ્ધ

કરી

રચાતું એક

ઉત્તમ

પ્રેમકાવ્ય.


હું

એટલે

કાવ્યમય

બનીને 

મારી સંવેદનાઓને

તારા શબ્દો

સાથે જોડીને

તરબતર

થઈ જતો

મુક પ્રેક્ષક.


તું 

એટલે 

મારા આલિંગનમાં 

આવી જતું 

વરસ્યા વગરનું 

તરબતરતું 

વાદળ.


હું 

એટલે

મારી સંવેદનાની

ચાંચ ખોલીને

પ્રતિક્ષિત

ચાતક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance